સુરતમાં લૂંટ અને ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે. જેના લીધે શહેરમાં ક્રાઈમ રેટ ખૂબ જ વધી ગયો છે. ચોર લૂંટારાઓ ગમે ત્યારે ત્રાટકીને લાખોના ઘરેણા લઈને નાસી જાય છે. તો પુરાવાઓ વગર તેઓ પોલીસ પકડમાં આવી શકતા નથી. તો ક્યાંક મહિલાઓને ઘેની પદાર્થ આપીને બેહોશ કરીને ચોરો બધુ લૂંટીને પલાયન કરી જતા હોય છે. તેવામાં સુરતમાંથી ઉમરા વિસ્તારમાંથી લૂંટનો બનાવ સામે આવ્યો હતો.


સુરતમાં 16 વર્ષીય કિશોર લૂંટાયો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો.જેમં 16 વર્ષીય કિશોર જેની પાસે સોનાની ચૈન, બુટ્ટી અને રોકડા હતા. જે દરમિયાન તેના પર 12 જેટલા લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. 12 લૂંટારાઓએ 16 વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો. તેમજ કિશોર પાસે રહેલા સોનાના ઘરેણા અને રોકડાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જે મામલે 12 જેટલા લૂંટારુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે 2 લૂંટારાને ઝડપી લીધા

પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.ઘટના બની તે સ્થળની આસપાસ પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે લૂંટમાં શામેલ 2 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ અન્ય લૂંટારાઓને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ કરી હતી.તો અગાઉ પણ સુરતના સચિન વિસ્તારમાં લાખો રુપિયાની લૂટની ઘટના બની હતી.ગ્રામીણ બેંક બહાર કુલ રુપિયા 3.75 લાખ રુપિયાની લૂંટ ચલાવીને લૂંટારુઓ નાસી ગયા હતા. જે મામલે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.


  • Follow us on: