સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનતા અનેક સવાલો ઉભા થયાં છે. છેલ્લા 15 દિવસમાં સુરત જિલ્લામાં હત્યાની ત્રીજી ઘટના સામે આવી છે. કામરેજના ઉંભેળ ગામમાં શેરડીના ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ ઓલપાડમાં દેલાડ ચોકડી નજીક નહેરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બંને અજાણી મહિલાઓની ઓળખ માટે પોલીસ દોડતી થઈ ગઈ છે.
બે અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા













