સુરતમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. તેને પહોંચી વળવા માટે ટ્રાફિક નિયમોમાં બદલાવ કરાયો છે. હવે ટ્રાફિક નિયમ તોડનારાઓની ખેર નથી. કારણે 'વન નેશન વન ચલણ' અંતર્ગત ટ્રાફિક પોલીસે વાહનચાલકો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હવેથી સ્પીડમાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેને લઇને તમામ સ્પીડગણને અપગ્રેડ કરવામાં આવ્યા છે.
વાહનચાલકો સામે કાર્યવાહી
સુરતમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે વાહન સ્પીડમાં ચાલશે તો તેના ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચલાવનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી કરાતા તેમને ઇ-મેમો આપવામાં આવશે. 'વન નેશન વન ચલણ' અંતર્ગત પોલીસની કાર્યવાહી તેજ બની છે. વાહન ચાલકોના ઇ-ચલણ તાત્કાલિક મોબાઈલથી જનરેટ કરવામાં આવશે. હવે જો વાહનની સ્પીડ મર્યાદિત સ્પીડ કરતા વધુ હશે તો તેની સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વાહનો ધીમે ચલાવો અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો લાવો.
ટ્રાફિક વિભાગની અપીલ
ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે ટ્રાફિક વિભાગની વાહન ચાલકોને અપીલ છે કે, સ્પીડ પર કાબૂ રાખો. અને જીવન બચાવો. ACPએ જણાવ્યુ હતુ કે, તમામ સ્પીડગનને અપગ્રેડ કરવામાં આવ્યા છે. વાહન ધીમે ચલાવાથી અકસ્માતમાં ઘટાડો કરાઇ શકાય છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્પીડમાં વાહન ચલાવતા હોઈ તો દંડની કાર્યવાહી કરી અટકાવી શકાય છે. અને વાહનોની વધુ ગતિના કારણે થતા અકસ્માત પણ ઘટાડી શકાય છે. સુરત શહેરમાં 31 સ્પીડ ગણ ઉપલબ્ધ છે જે તમામને અપગ્રેડ કરવામાં આવ્યા છે.