સુરતમાં એક નશેડી યુવાને ડ્રગ્સ સાથે BRTS બસમાં બેસી ગયો હતો. જે મુસાફરોને ડ્રગ્સ દેખાડીને ધમકાવતો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. વીડિયોમાં તે યુવાન ડ્રગ્સ દેખાડીને મુસાફરોને ધમકી આપીને અભદ્ર વર્તન કરી રહ્યો હતો. તેના વાયરલ વીડિયો બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. તેમજ વીડિયો વાયરલ થતા યુવક સામે કાર્યવાહી કરી હતી.


વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી

સુરતમાં નશેડી યુવક દ્વારા BRTS બસમાં ડ્રગ્સ સાથે મુસાફરોને ધમકાવવા મામલે સુરત પોલીસે કાર્યવાહી કરી હતી. બસમાં નશેડી યુવાન મુસાફરો સામે રોફ મારતો હતો. તેમજ પોતાને રોયલ કાઠીયાવાડી કહેતો હતો.નશામાં ધૂત યુવકે પોતાની પાસે રહેલ ડ્રગ્સ લોકોને બતાવીને ખરાબ વર્તન કરી રહ્યો હતો.આરોપી યુવકનું પોલીસે સરઘસ કાઢ્યું હતું.

આરોપીએ લોકોની બે હાથ જોડીને માફી માંગી

આરોપી વિરેન્દ્ર ઠક્કર પાસે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો.પોલીસે આરોપીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આરોપી યુવકે જનતા સામે બે હાથ જોડીને માફી માંગી હતી. પોલીસે આરોપીને દિલ્હી ગેટ BRTS અને સિટી બસ ટર્મિનલ ખાતે લઈ ગયા હતા. જ્યાં લઈ જઈને પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આવા તત્ત્વો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. જાહેરમાં નશાનું સેવન કરતા તત્ત્વોને બોધ પાઠ મળશે તો જ તેઓ સુધરશે.

  • Follow us on: