સુરતના કોસંબામાં ગેસ ગળતરથી બે લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. કોસંબામાં ધામરોડ સ્થિત મંગલમૂર્તિ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. કંપનીમાં રિએક્ટરના મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બંને કામદારોને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતાં.
રાજન શર્મા, રાજન સિંઘનું ગેસ ગળતરથી મોત













