સુરતમાં વધુ એક મોડેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં માનસિક તણાવ હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે. અગાઉ પણ સુરતમાં એક મોડેલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે.
માનસિક તણાવ મોતનું કારણ?













