સુરતના મહુવામાં મધમાખીના હુમલામાં એક આધેડનું મોત નિપજ્યું છે. અનાવલ ગામમાં રેલવે ફાટક નજીક મધમાખીઓના ઝૂંડે આધેડ પર હુમલો કર્યો હતો. ઈલિયાસ વસીયાત નામના આધેડ પર મધમાખીઓએ હુમલો કરતાં તેઓ રોડ પર પડ્યા હતાં. આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઈલિયાસ વસીયાત નામના આધેડનું મોત













