સુરતમાં માંગરોળના સિયાલજ પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. નેશનલ હાઇવે 48 પર આ અકસ્માક થયો હતો. જેમાં આણંદથી સુરત જઈ રહેલા પરિવાર ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનમાં દંપતી અને નાનું બાળક ઇજાગ્રસ્ત થયુ હતુ. ઘાયલ વ્યક્તિઓને રાહદારીઓએ બહાર કાઢ્યા હતા. અને 108 મારફતે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હૉસપ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો.


અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર

સુરતમાં માંગરોળના સિયાલજ પાટિયા પાસે બેફામ બનેલા ડમ્પર ચાલકે અકસ્માત કરતા હોબાળો મચ્યો હતો. અને સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આણંદથી સુરત જતા પરિવારને અકસ્માત નડતા 108ને બોલાવવામાં આવી હતી. અને ઘાયલોને વાહનની બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘયલોમાં દંપત્તિ અને નાના બાળકનો સમાવેશ થાય છે. ઘટના સ્થળ પર સ્થાનિકોના ટોળા જતા ગભરાયેલા ડમ્પર ચાલકે ડમ્પર સ્થળ પર છોડી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માત પર ક્યારે લાગશે બ્રેક ?

હાલ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે આ બેફામ વાહનો પર બ્રેક મારવી જરુરી છે. ડમ્પર, ટ્રક, બસ વગેરે જેવા મોટા વાહનો પોતાની મરજી મુજબ વાહનો ચલાવે છે. અને ટ્રાફીક નિયમોને જાણે ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. તેવામાં આ પ્રકારના અકસ્માતોનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ કે પરિવાર બનતા હોય છે. ત્યારે આ અંગે કડક કાયદા બનાવવામાં આવે તે જરુરી છે. 

  • Follow us on: