સુરતના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્સનિસ્ટે આચર્યું દુષ્કર્મ અને અર્જુન કંથારીયાએ બ્લેકમલ કરી દુષ્કર્મ આચર્યુ છે, આરોપીએ દુષ્કર્મ આચરીને 50 લાખના દાગીના અને 2.59 લાખ રોકડા પડાવ્યા છે, દીકરાના ફોટોશૂટ માટે આવેલી પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
યૌન શોષણ કરીને રૂપિયા પડાવ્યા
દીકરીના ફોટો શૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયેલી લાલદરવાજાની પરિણીતા લંપટ રિસેપ્સનિસ્ટની જાળમાં ફસાઈ ગયા હતા. યુવકે વાર્તામાં ભોળવી પીડિતા સાથે સંપર્ક વધાર્યા બાદ યૌનશોષણ કરી 50 લાખના હીરા-સોનાના ઘરેણાં અને રોકડા રૂ.2.59 લાખ પણ પડાવી લીધા પોલીસે કંથારીયાની ધરપકડ કરી હતી.નાની દીકરીનું ફોટોશૂટ કરાવવાનું હોવાથી ઓક્ટોબર-૨૦૨૩માં અડાજણમાં શીતલ ફોટો સ્ટુડિયોમાં ગયા હતા. જ્યાં રિસેપ્શનિસ્ટ અનુજસિહે બેબી ફોટોશૂટ માટે અલગ-અલગ પેકેજ બતાવ્યા હતા. જે પૈકી 28 હજારનું પેકેજ તેઓને પસંદ આવ્યું હતુ. જે પેકેજ પ્રમાણે છ મહિના સુધી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીને ફોટોશૂટ માટે લઈ ગયા હતા.
પીડિતા પોતાના ઘરેણાં જવેલર્સ અને ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી અર્જુનને નાણાંની મદદ કરી
જુન-૨૦૨૪માં રાંદેરમાં મશાલ સર્કલ પાસે મળવા બોલાવી હોટલમાં જવાની વાત કરી હતી. પ્રિયાબેને વાત કરી તો પતિને સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઇને પ્રિયાબેન પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગયા હતા, જ્યાં અર્જુને બળજબરી કરી દુષ્કર્મ કર્યુ હતુ. આ રીતે પતિને જાણ કરવાના નામે બ્લેકમેલ કરી છ વખત પાલની ફોર સીઝન હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. પીડિતા પોતાના ઘરેણાં જવેલર્સ અને ફાયનાન્સ કંપનીમાં ગિરવે મુકી અર્જુનને નાણાંની મદદ કરી હતી.