સુરતમાં AAP પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ નોંધાઇ છે. તેમની સામે રુપિયાની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.


AAP પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ

પઠાણી ઉઘરાણી મુદ્દે AAP પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ નોંધાઇ છે. અપશબ્દો બોલી ધમકી આપતી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે. મુળ 10 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે રકઝક થઇ હતી.

ફરિયાદીને ધમકી આપતી ઓડિયો ક્લીપ વાયરલ

 રામ ધડુક પાસે 10 હજાર રૂપિયા લાઈટ ના માંગવા બાબતે રકઝક ચાલી રહી હતી..

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે પઠાણી ઉઘરાણી કરીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો અને ફરીયાદીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદી વિપુલ પાનસુરીયાએ આ મામલે સારોલી પોલીસ સ્ટેશનમા FIR નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. રામ ધડુક પાસે 10 હજાર રૂપિયા લાઈટ ના માંગવા બાબતે રકઝક ચાલી રહી હતી..


  • Follow us on: