સુરતના વરાછામાં લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને 10 વર્ષે ઝડપી પાડ્યો છે. આરોપી મંસારામ ગોદાજી પ્રજાપતિને વલસાડના ભિલાડ ત્રણ રસ્તા નજીકથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2015માં વરાછાના એક ઓફીસમાં લૂંટ કરી હતી. 6 મોબાઈલ, રૂ.15 લાખની લૂંટ કરી હતી. અગાઉ આ લૂંટ કેસમાં 2 આરોપી પકડાયા હતા. વરાછામાં લૂંટનો વોન્ટેડ આજ દિવસ સુધી ફરાર હતો જેમને પકડવામાં પોલીસને સફળતા મળી છે.


સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને 10 વર્ષે ઝડપી પાડ્યો

વરાછાની ઓફિસમાં લૂંટના વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ વોન્ટેડ આરોપીને 10 વર્ષે ઝડપી પાડ્યો છે. આરોપી મંસારામ ગોદાજી પ્રજાપતિને ઝડપી પાડ્યો છે. વલસાડના ભિલાડ ત્રણ રસ્તા નજીકથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2015માં વરાછાના એક ઓફીસમાંથી આરોપી અને તેના સાગરીતોએ ચોરી કરી હતી. 6 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 15 લાખની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.બંને આરોપીઓની પૂછપરછમાં હાલ પકડાયેલ આરોપીનું નામ સામે આવ્યું હતું.

વરાછાની ઓફિસમાં લૂંટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

 આ ચોરી મામલે પોલીસે પોલીસે જણાવ્યું હતું કે 2015માં આ આરોપીએ તેના સાગરીતો સાથે મળીને સુરતના વરાછા રોડ પર એક ઓફિસમાં લૂંટ કરી હતી. આ બાબતે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા મંસારામ ગોદાજી પ્રજાપતિનું નામ ખુલ્યું હતું. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા શોધી રહી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને 10 વર્ષે ઝડપી પાડ્યો છે.


  • Follow us on: