સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરીની ઘટના સામે આવી છે. ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો CCTV-DVR લઈ સાથે ગયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડી આવી હતી. DCP, ACP, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ ચોરીનો આકડો ચોક્કસ બહાર આવ્યો નથી. પરંતુ ચોરી કરોડામાં હોવાની શંકા કરવામાં આવી રહી છે.
સુરતમાં તિજોરી કટરથી કાપી કરોડોના હીરાની ચોરી













