સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને વધુ બાળકો રોગચારાની ચપેટમાં આવી રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલનો વોર્ડ બાળકોથી ઉભરાઈ રહી છે. ચોમાસામાં રોગચાળો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી હોય તેવો વીડિયો પણ સામે આવી ચૂક્યો છે. ત્યારે રોગચાળો વકર્યો હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તબિબોએ જણાવ્યું હતું.


સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊચક્યું

હાલમાં ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાની અસર બાળકો પર વધારે જોવા મળી રહી છે. શહેરમાં અગાઉ રોગચાળાના કારણે લોકોના મોત પણ થયા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો શહેરમાં વધારેના ફેલાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ટૂંકા કપડાં ના પહેરવા, બહારનું ભોજન લેવાનું ટાળવું તથા ગરમ ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

શહેરમાં રોગચાળો વધતો અટકાવવા કામગીરી

શહેરમાં રોગચાળો વધતા સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો વધતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. જો આજુ બાજુમાં પાણી ભરેલું રહેતું હોય તો તેને તાત્કાલિક નિકાલ કરી દેવો જેથી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય. સુરત સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી હોય તેવો વીડિયો પણ સામે આવી ચૂક્યો છે.


  • Follow us on: