સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંતાનગર સોસાયટીમાં ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. 20 થી 25 લોકોના ટોળાએ છરીથી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. શુભમ મિશ્રા અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં કોમેન્ટ મામલે હુમલાનો દાવો કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસે ઘટનાને લઇ તપાસ શરૂ કરી છે.
પાંડેસરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા













