સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામમાં આજે એક ગંભીર ઘટના બની છે. ગામમાં યોજાયેલી ગ્રામસભામાં આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાન વિજય પટેલ અને તેમના પત્ની નીલમબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વિજય પટેલ દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શંકર ગામીતે કર્યો હુમલો













