ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાથી નદીઓમાં પાણીની આવક વધી છે. બીજી તરફ ઉપરવાસમાં થયેલા વરસાદનું પાણી પણ નદીઓમાં આવવાથી જળસ્તરમાં વધારો થયો છે. સુરતની તાપી નદીનું જળસ્તર વધતાં વિયર કમ કોઝ વે વાહનવ્યવહાર માટે ફરી બંધ કરાયો છે. આ કોઝવે ચોમાસાની સિઝનમાં પહેલીવાર 23 જૂને બંધ કરાયો હતો.


જળસપાટી વધતા ફરીવાર કોઝવે બંધ કરાયો

સુરતની તાપી નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદના પાણીની આવક થવાથી જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે વિયર કમ કોઝ વે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આ કોઝવે અગાઉ 23 જૂને પણ બંધ કરવામાં આવ્યો હતો. જેને 11 ઓગસ્ટના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ નદીનું જળસ્તર વધતાં ફરીવાર આજે તેને બંધ કરવામાં આવ્યો છે. ખુલ્લો મુકવામાં આવ્યાના સાત જ દિવસમાં જળસપાટી વધતા ફરીવાર બંધ કરવામાં આવ્યો છે.

ઉકાઈ ડેમમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક

સુરતના ઉકાઈ ડેમમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક થવા પામી છે. સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમમાં 73 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમનું હાલનું લેવલ 333.76 ફૂટે પહોંચ્યું છે. તાપી નદી પરનો વિયર કમ કોઝ વે એક અઠવાડિયું વાહનવ્યવહાર માટે ખુલ્લો રહ્યા બાદ આજ થી ફરી બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

  • Follow us on: