સુરત ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગમાં હવે ED તપાસ કરશે અને આ બનાવમાં SOG પોલીસે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, આ કૌભાંડમાં વિદેશમાં રોકાણ, આંગડિયા-બેંક વ્યવહારો, બેંક કીટ, સીમકાર્ડ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે, તે ઉપરાંત રેકેટમાં આગામી દિવસોમાં SEBI અને ED સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાશે, આ ડબ્બા ટ્રેડિંગ તથા ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા 948 કરોડથી વધુના નાણાકિય વ્યવહારો મળી આવ્યા હતા.


ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચાલતું હતુ

ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગના કરોડોના કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એસઓજીએ અમદાવાદની મિરઝાપુરની સેબીની સ્પેશિયલ કોર્ટમાં આઠેય કૌભાંડીઓને રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસઓજીએ મોટા વરાછામાં લજામણી ચોક પાસે મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં દુકાન નં.૬૦૪-૯૦૫માં સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસમાં દરોડા પાડયા હતા. અહીં ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ગેમિંગ રેકેટ ચાલતું હતુ.

મોટાપાયે ટેક્સચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયું હતુ

આરોપીઓ શેરમાર્કેટ ટ્રેડિંગ લગતા વેબ સોફ્ટવેર થકી તેમજ પ્રતિબંધિત એપ થકી ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ, કસિનો, ફૂટબોલ, ટેનિસ જેવી ગેમ્સ પર ગોરખધંધા કરતા હતા.પોલીસ તપાસમાં રૂ. ૯૪૩ કરોડના વેબ સોફ્ટવેર મારફતે અને ૪.૬૨ કરોડના બેંક એકાઉન્ટ્સ મારફતે એમ કુલ ૯૪૮ કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૮ આરોપીને પકડી કુલ રૂ. ૧૭.૩૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. કૌભાંડીઓએ સિક્યોરિટી ટ્રાન્જેક્શન ટેક્સ તથા અન્ય જરૂરી ટેક્સ નહિ ભરી મોટાપાયે ટેક્સચોરી કરી સરકારી તિજોરીનો મોથો આર્થિક ફટકો પહોંચાડયો છે.


  • Follow us on: