ગુજરાતમાં પોલીસ કર્મીઓ દ્વારા ગંદી ગાળો બોલીને લોકોને માર મારવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં પોલીસની અસામાજિક તત્વો જેવી દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. શહેરમાં હોટેલ મોડી રાત સુધી ખુલ્લી રાખતા દુકાનદારને પોલીસ કર્મીએ માર માર્યો હતો. પોલીસે હોટેલમા પ્રવેશીને અસામાજિક તત્વો જેવું વર્તન કર્યું હતું. બેફામ ગાળો બોલીને દુકાનદારને પોલીસકર્મીએ માર માર્યો હતો.
હોટલ સંચાલક સાથે અસામાજિક તત્વો જેવું વર્તન













