સુરતના કાપોદરામાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના ટ્રસ્ટીને એ જ શાળાની પૂર્વ શિક્ષિકાએ હની ટ્રેપનો શિકાર બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આ શિક્ષિકાએ નકલી પ્રેગ્નેન્સી કીટનો ફોટો મોકલીને શિક્ષિકાએ ટ્રસ્ટીને ફસાવ્યા હતાં. તેણે ગર્ભવતી હોવાનું કહીને ટ્રસ્ટીને બ્લેકમેઈલ કર્યા હતાં. પોલીસે સમગ્ર મામલે શિક્ષિકા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ટ્રસ્ટીને પૂર્વ શિક્ષિકાએ હનીટ્રેપનો શિકાર બનાવ્યા

સુરતના કાપોદરામાં શાળાના ટ્રસ્ટીને એ જ શાળાની શિક્ષિકાએ હની ટ્રેપનો શિકાર બનાવ્યા હતાં. કોઈપણ શારીરિક સંબંધ નહીં બંધાયો હોવા છતાં આ શિક્ષિકા નીલમ રામાવતે તેમને નકલી પ્રેગ્નેન્સી કીટનો ફોટો મોકલ્યો હતો. તેણે ટ્રસ્ટીને કહ્યું હતું કે, હું તમારાથી ગર્ભવતી બની છું તેમ કહીને બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. તેણે આ ટ્રસ્ટીને બ્લેકમેલ કરીને લાખો રૂપિયાની માગ કરી હતી. ત્યાર બાદ 32 હજાર પડાવ્યા હતાં. ટ્રસ્ટીએ પોલીસ ફરિયાદ કરતાં કાપોદરા પોલીસે શિક્ષિકા નીલમ સચિન રામાવત સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃAravalli News: ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, બે બાળકોના તળાવમાં ડૂબી જતાં મોત

 

  • Follow us on: