આજે ધુળેટીના પર્વ નિમિત્તે દેશ ભરમા રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીપલોદમાં ભારતી મેયા આનંદ ધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભગવાનના દર્શન કરીને વૃદ્ધો સાથે ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો.


વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને લોકોને પરત લાવ્યા હતાં

આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવાની વ્યવસ્થા કરાશે. ભારત પ્રથમ દેશ છે જે વિકટ સ્થિતિમાં લોકોને પરત લાવવામાં સફળ થયો છે. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને ભારતીયોને વતનમાં પરત લાવ્યા હતાં. તેઓ વિકટ સ્થિતિમાં પણ લોકોનો સાથ નથી છોડતા. હવે આ સ્થિતિમાં પણ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે અને લોકો પરત ફરી રહ્યાં છે.

વડીલોની જવાબદારી આપણા સૌની છે

તેમણે ઉમેર્યું હતું કે, પોતાનું આખુ જીવન ચંપલ ઘસીને દીકરા દીકરીના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કર્યું તેમને આખું જીવન આપનારની હાલત કેવી છે એ જોઈને ખૂબજ દુઃખ થાય છે. નાયબ મુખ્યમંત્રીએ આ વેળાએ એક બીજાને રંગીને માતા પિતાને ખુશ રાખવા માટે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણ કહ્યું હતું કે, વડીલોની જવાબદારી આપણા સૌની છે. વૃદ્ધજનોના જીવનમાં પણ ખુશીઓ આવે અને તેમની દરેક સમસ્યાઓનો નિકાલ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. 


આ પણ વાંચોઃ Vadodara News: શિનોરમાં ધૂળેટીના પર્વને લઈ નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ


  • Follow us on: