સુરતમાં છેતરપિંડી કરનારા બે આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.


42 લાખ રુપિયાની છેતરપિંડીનો ગુનો

સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 42 લાખ રુપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ આદરી હતી.

આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા

પોલીસે લાખોની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા પણ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા.

મકાનના ટાઈટલ ક્લિયર બતાવી લાખોની છેતરપિંડી કરી

આરોપીઓએ ફરિયાદીને મકાનના ટાઈટલ ક્લિયર બતાવી લાખોની છેતરપિંડી કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: