સુરત શહેરના લિંબાયતમાં વિસ્તારમાં 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકમાં રહેતી બે મહિલાઓએ બે લાખ રૂપિયામાં મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવકને વેચી દીધી હોવાની ચકચારી ઘટનામાં પાંચ મહિનાથી ફરાર અને મુખ્ય સૂત્રધાર ગણાતી ફરજાના ઉર્ફે ફજ્જો રફીક શાહ અને તેના દિયરને પોલીસે પાનોલીથી ઝડપી લીધા છે.


14 વર્ષની તરુણીને સોલાપુરમાં વેચનાર 2 ઝડપાયા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષની તરુણીને સોલાપુરમાં વેચનાર ફજ્જો અને તેના દિયરને આખરે પાંચ મહિનાબાદ લિંબાયત પોલીસે પાનોલીથી ઝડપી પાડ્યો છે. આ બનાવ ગત 25મી નવેમ્બરની રાત્રે ઘટના પ્રકાશમાં આવતાં હોબાળો મચ્યો હતો.

અગાઉ 2 ઝડપાયા હતા

લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષીય મુસ્લિમ તરુણીને નજીકના વિસ્તારમાં રહેતી નૂરી શેખ, તેના પતિ વસીમ શેખ અને ફરજાનાએ લગ્ન માટે વેચી દીધાના હોબાળા વચ્ચે લિંબાયત પોલીસે છોકરી વેચવાનો આક્ષેપ હતો તે નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખને તે જ રાત્રે ઝડપી લીધા હતા.

હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ

 પૂછપરછમાં હ્યુમન ટ્રાફિકિંગનો ઘટસ્ફોટ થયો હતો. 14 વર્ષીય તરુણીને પાંચ મહિના પહેલાં નૂરી અને ફરજાના કેટરિંગનું કામ આવ્યું હોવાનું કહી લસકાણા લઇ ગઇ હતી. અહીં તેને સોયેબને પચાસ હજારમાં વેચી દીધી હતી. સોયેબે તેને ત્રણ દિવસ પોતાના ઘરે રાખી બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે તાબે ન થતાં પચાસ હજાર પરત લઈ લઈ ગયો હતો. લસકાણામાંથી પરત લાવ્યાના દસેક દિવસમાં જ નૂરી અને ફરજાનાએ બીજો ગ્રાહક શોધી કાઢ્યો હતો.

એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ

સોલાપુરમાં તેને એક હિન્દુ યુવક સાથે પરણાવી દેવાઈ હતી. અહીં આ શખ્સે ત્રણે મહિના બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા સાથે થઈ રહેલા યૌનશોષણને લઇ આ યુવકની બહેને જ મદદ કરી હતી. પોતાના ફોનથી સગીરાની માતા સાથે વાત કરાવતા યુવક ગભરાયો હતો અને સગીરાને પરત મોકલાવી દીધી હતી. ત્રીજા યુવક સાથે પણ મંદિરમાં લગ્ન કરાવવાનું નાટક કરતાં ભાંડો ફૂટ્યો હતો. ફરજાના છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતી. ફજ્જોના દિયર આરીફ યુનુશ શાહની પણ સંડોવણી હોઈ તેની પણ ધરપકડ કરાઈ હતી. સબ ઈન્સ્પેક્ટર કે.એચ.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

સગીરાઓને લોભ લાલચ આપી કેટરર્સમાં કામ કરવાના બહાને લઈ જતા

આ ગેંગની એમઓ એ રીતની હતીકે, સામાન્ય પરિવારની દીકરીને તેઓ લોભ લાલચ આપી કેટરર્સમાં કામ કરવાના બહાને લઈ જતા હતા અને ત્યાં 400થી 500 રૂપિયા આપી તેઓની સાર સંભાળ રાખતા હતા પરંતુ થોડા દિવસો વીત્યા બાદ દીકરીઓને વેચી દેવામાં આવતી હતી..


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો


  • Follow us on: