સુરતના ગ્લોબલ માર્કેટમાં 30 વર્ષીય કારીગર એનુલ અંસારીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, યુવકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેને મારીને લટકાવી દેવાયો છે.
પૈસાના મુદ્દે માલિક સાથે તકરાર
પરિવારજનોએ જણાવ્યું છે કે એનુલે તેના માલિક પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને બાકી રહેલી રકમની માંગણી કરી હતી. પરંતુ, ન તો એને પગાર આપવામાં આવ્યો અને ન જ પૈસા આપ્યા. આ બાબતે બંને વચ્ચે તક્કર થઈ હતી.













