સુરતમાં સાયબર ટીમે આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત સાયબર સેલની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. નોકરીના લાલચે યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી હતી. ભારત ભરમાંથી 40 લોકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. પંજાબનો મુખ્ય સૂત્રધાર નિવર ચૌધરી સહિત 3 ઝડપાયા છે. સુરતના આશિષને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો છે.


 આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ 

સુરત, વડોદરાના 12 યુવકોને થાઈલેન્ડ મોકલ્યા હતા. થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હતા. બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર, કબોડીયા દેશમાં લઈ જવાતા હતા. બે મોબાઇલ નંબરો-વોટ્સએપ ચેટના આધારે ખુલાસો થયો છે.પંજાબથી 2, સુરતથી 1 આરોપી પકડાયો છે. આ આરોપીઓ છેલ્લા દોઢેક વર્ષથી આ રેકેટ ચલાવતા હતા.

સુરત સાયબર સેલની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી

આ આરોપીઓ દ્વારા પીડિતો પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું હતું. જો ઈંગ્લીશ બોલતા ના આવડે તો તમારે બીજા કોઈ માણસને સાથે લઈ જવાનું કહેતા હતા. આ રેકેટમાં આરોપીઓએ અલગ અલગ રાજ્યોમાંથી 40 જેટલા યુવાનોને થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મોટા રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત 12 જેટલા લોકોની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે.


  • Follow us on: