સુરતમાં લોકોને છેતરીને લાખો રૂપિયા ઝડપી લેતા આરોપીઓને પકડવા પોલીસ સક્રિય થઈ ગઈ છે. શેરબજાર અને IPO માં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરતો આરોપી ચિરાગ પ્રજાપતિને પોલીસે પાટણથી ઝડપી પાડયો હતો. તેવી જ રીતે જેના માથે 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું તે આરોપી અમિત ઉર્ફે કિર્તિ પટેલને સરથાણામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેપારીને 10.27 લાખનો ચૂનો ચોપડ્યો હતો.


આરોપી બાબરામાં PVC પાઇપનો ધંધો કરતો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં અમિત ઉર્ફે કિર્તિ પટેલને પીસીબીએ સરથાણામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપીના માથે 10 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આરોપી બાબરામાં પીવીસી પાઈપનો ધંધો કરતો હતો. તેણે એક વેપારીને 10.27 લાખનો ચૂનો લગાવ્યો હતો. તેણે ફરિયાદી વેપારી પાસેથી પીવીસી પાઈપ ખરીદીને પૈસા નહોતા ચૂકવ્યા. તે વેપારીના 10.27 લાખ રૂપિયાની ઠગાઈ કરીને ફરાર થઈ ગયો હતો.

પોલીસથી બચવા મુંબઇ તેમજ જુદીજુદી જગ્યાએ રહેતો હતો

વેપારીએ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આરોપી ફરાર થઈ ગયા બાદ પોલીસથી બચવા માટે મુંબઈ સહિત જુદી જુદી જગ્યાએ રહેતો હતો. આરોપીને પકડવા માટે પોલીસે 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આરોપી સામે અમરેલી જીલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો ગુનો નોંધાયો હતો. આરોપીને પકડીને પોલીસે અમરેલીની બાબરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: