સુરતમાં ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 19,91,000 પાડવાના મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઇ પટેલને મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બનાવમાં આરોપીએ થોડા દિવસ મહિનાઓ પહેલા ફરિયાદીને ડિજિટલ એરેસ્ટમાં ફસાવ્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદીને whatsapp પર વીડિયો કોલ કરી પોતાને CBI અધિકારી તરીકે ઓળખ આપી હતી.


 સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા

આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારું મુંબઈથી બેન્કોક બુક થયેલ કુરિયર પાર્સલ મળી આવ્યું છે. જે પાર્સલમાંથી 300 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. જેથી તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો તમે સહયોગ ન કરશો તો તમારા ઘરે પહોંચી તમારી ધરપકડ કરવામાં આવશે. જેથી વીડિયો કોલ કટ ના કરતા, અમે જેમ કહીએ છીએ તેમ તમે કરતા જાઓ. આ રીતે ફરિયાદીને આરોપીએ ફસાવ્યો હતો.

પોલીસે આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઇ પટેલની ધરપકડ કરી

આરોપીએ ફરિયાદીને ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 19,91,000 પડાવી લીધા હતા. જે મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓ વિરુદ્ધ ડિજિટલ એરેસ્ટની ફરિયાદ નોંધાઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીએ બીજા કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

  • Follow us on: