આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. હવે શિક્ષણમાં પણ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો છે. ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં ચાર હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
શિક્ષકોને આજે AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી













