સુરતમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર ઝડપાયો છે. આરોપીએ ફરિયાદી પાસેથી 6.75 લાખ પડાવ્યા હતા. શેરબજાર અને IPO માં રોકાણની લાલચ આપી છેતરપિંડી કરતો આરોપી ચિરાગ પ્રજાપતિને પાટણથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 6 મહિનાથી આરોપી-ફરિયાદી સંપર્કમાં હતા. આરોપીઓ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ સંપર્ક કાપી નાખ્યો હતો..


સુરતમાં રોકાણના નામે છેતરપિંડી

શેરબજાર અને IPO માં રોકાણની લોભામણી લાલચો આપી રૂપિયા 6,75,600ની છેતરપિંડી કરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ઝડપી પાડ્યો છે. લીસે આરોપી ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિને પાટણ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા 70,000 આવ્યા હતા અને બાકીના પૈસા મુખ્ય આરોપીના એકાઉન્ટમાં ગયા હતા. જે મામલે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

IPO માં રોકાણની લોભામણી લાલચો આપી છેતરપિંડી કરી

આરોપી પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદીને ઓળખ આપી હતી. બાદમાં ફરિયાદીને શેરબજાર અને IPOમાં રોકાણની લોભામણી લાલચો આપી હતી. આ રીતે ફરિયાદી આરોપીના વાતમાં આવી ગયા હતા.છેલ્લા છ મહિનામાં કુલ 6,75,600ની બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. છ મહિના બાદ આરોપીને ફરિયાદી સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે આરોપી સંપર્ક વીહોણા થતાં તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણ થયું હતું. જેને લઈને ફરિયાદીએ સુરત સાઇબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: