સુરત એસીબીને સફળતા મળી છે. સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા છે. PSI એમ.જી.લીબોલાને રૂપિયા 40,000 લાંચ લેતા ACB પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીઓને માર નહીં મારવા અને વહેલા જામીનમુક્ત કરવા માટે લાંચ માગી હતી. પોલીસ ઓફિસમાં લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા છે.


સરથાણામાં PSI લાંચ લેતા ઝડપાયા 

આ ઘટના મામલે ફરિયાદીના માસીના દિકરા અને મિત્ર સામે સરથાણા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનની તપાસ PSI એમ. જી. લીંબોલા કરી રહ્યો હતો. આ તપાસ દરમિયાન PSI એમ. જી. લીંબોલાએ માર ન મારવા અને વહેલા જામીન આપવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી.

 ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર મામલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન PSIએ લાંચ લેતા સ્વીકારતા ઝડપાયા હતા. ACBએ આરોપી PSI એમ. જી. લીંબોલાની વડોદરા ACB પોલીસે આરોપી PSI એમ.જી. લીંબોલાને ડિટેઇલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.


  • Follow us on: