સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 દર્દીઓને સરવાર આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં રોજ 280થી 300 બાળકોની OPD આવે છે. રોજ 50થી 80 બાળકોને એડમિટ કરવામાં આવે છે. વાયરલ, ડેન્ગ્યુના બાળ દર્દીમાં 25 ટકાનો વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં OPDમાં 50 ટકાનો વધારો થયો છે.


નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ 

નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોનો વોડ ભરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક બેડ પર બે દર્દી દાખલ કરવા પડે છે. વાયરલ, ડેન્ગ્યુના બાળ દર્દી 25% વધ્યા, OPDમાં 50%નો વધારો થયો છે. શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે.

 બાળકોના 280 થી 300 OPD નોંધાઈ રહ્યા

શહેરમાં રોગચાળો વધતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીઓ દાખલ થતા અને વીડિયો સામે આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીની ચૂક સામે આવી છે. રોજ બાળકોના 280 થી 300 OPD નોંધાઈ રહ્યા છે. જે માંથી 50 થી 80 બાળકોને એડમિટ કરવામાં આવે છે.  

  • Follow us on: