સુરત શહેરમાં હિટ એન્ટ રનના અને કિસ્સાઓ બનતા રહે છે તેવામાં સુરતના પાંડેસરામાં રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો હતો. એક કારચાલકે 3 વર્ષના બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. 3 વર્ષના બાળક આરવ યાદવનું મોત થયું હતું. જે અંગે પાલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા કાર ચાલાક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ એર્થે મોકવામાં આવ્યો હતો.


ત્રણ વર્ષના બાળકને કાર ચાલકે અડફટે લેતા મોત

પાંડેસરા વિસ્તારમાં રફ્તારીનો કહેર સામે આવ્યો હતો. ત્રણ વર્ષના બાળકને કાર ચાલકે અડફટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. ત્રણ વર્ષીય આરવ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ આવી હતી જેથી બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રણ વર્ષના બાળકના મોતથી માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ કાર ચાલાક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. માતા બાળકના મૃતદેહને લઇ PM રૂમ બહાર બેસી કલ્પાંત કરી રહી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં 1નું ઘટનાસ્થળે મોત

થોડા સમય પહેલાં જ અમદાવાદના શાહીબાગ અને અખબાર નગર એમ બે વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજયું અને 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને અકસ્માતની ઘટનામાં પોલીસે બેફામપણે વાહન હંકારનારા સામે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: