સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓને પગલે સુરત પોલીસે હવે મોટા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે નિયમભંગ કરતા 102 જેટલા મોટા વાહનોને ડિટેઇન કર્યા હતા. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા તમામ વાહનચાલકોને RTOનો મેમો પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહી માત્ર વાહનચાલકો પૂરતી સીમિત નથી.
વાહનોના માલિકો સામે પણ થશે કાયદેસરની કાર્યવાહી













