સુરત શહેરમાં પાંડેસરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી 14 બાઈકો કબજે કરી છે, આરોપીઓ બાઈકોની ચોરી કરીને અલગ અલગ પાર્ટસ ભંગારની દુકાનમાં વેચતા હતા અને આરોપી વિરુદ્ધ સમગ્ર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 ગુના નોંધાઈ ચૂક્યા છે, પોલીસને બાતમી હતી અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયા છે, સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા હતા.


સુરતના પાંડેસરા પોલીસે બાઈક ચોરીના ગુના ઉકેલ્યા

સુરતની પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે ચોરીના બાઈક સાથે 3 આરોપીને ઝડપી પાડયા છે, આરોપી બાઈકની ચોરી કરીને તેના પાર્ટસ અલગ-અલગ ભંગારની દુકાનમાં વેચી નાખતા અને તેમાંથી જે રૂપિયા મળે તેમાંથી મોજશોખ કરતા હોવાની વાત સામે આવી છે, તો પોલીસે આ ઘટનામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જે ગુના નોંધાયા હતા બાઈક ચોરીના તેને લઈ પણ જાણ કરી છે, તો જે ભંગારની દુકાનમાં પાર્ટસ વેચતા હતા તે વેપારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

સુરત પોલીસે બે દિવસ અગાઉ પણ બાઈક ચોરીના ગુનામાં 2 આરોપીને ઝડપ્યા છે

સુરત શહેરમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનાર બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપી શહેરની ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની પાસેથી 45000ની કિંમતના કુલ ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇ-FIR પરથી દાખલ થયેલા ચોકબજાર અને લસકાણા પોલીસ સ્ટેશનના કુલ બે ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. પોલીસે વેડ રોડ પર આવેલ હરીઓમ મીલ પાસેથી બે આરોપીને ચોરી કરેલી બજાજ V15 મોટર સાઇકલ સાથે પકડી પાડ્યા હતા.


  • Follow us on: