સુરતના લિંબાયતમાં પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા સાળાનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે મૃતક સાળાના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જેમાં મોતનું સાચુ કારણ રીપોર્ટ આવ્યા બાદ સામે આવશે. ત્યાર બાદ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે.


નીચે પટકાયો હતો અને અચાનક બેભાન થઈ ગયો

સુરતમા લિંબાયતના શિવાજી નગરમાં રહેતા સાબિર શેખની બહેન પ્રસૂતા માટે પિયર આવી હતી. ગઈકાલે સાબિરનો બનેવી આવ્યો હતો. તે પોતાના પુત્રને પોતાના ઘરે લઈ જવા માટે પત્ની સાથે બોલાચાલી કરતો હતો. બંને પતિ પત્નીના ઝઘડામાં સાબિર વચ્ચે છોડાવવા માટે ગયો હતો. આ દરમિયાન અકીલે સાબિરને ધક્કો મારતા તે નીચે પટકાયો હતો અને અચાનક બેભાન થઈ ગયો હતો.

સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે સાબિરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવ્યું હતું. આ પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ સામે આવી શકે છે. પોલીસ રીપોર્ટ આવ્યા બાદ મૃતકના બનેવી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે.

આ પણ વાંચોઃ Junagadh News: જાવિયા સ્કૂલની ઘોર બેદરકારી, ધો.1નો વિદ્યાર્થી શાળા છોડી 1 KM દૂર પહોંચ્યો


  • Follow us on: