હાલ રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત BLOની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. જેમાં રાજ્યમાં ઘણા શહેરોમાં બીએલઓની કામગીરી દરમિયાન શિક્ષકોના મોત થયા છે. આ વચ્ચે સુરતમાં વધુ એક BLOનું મોત થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સુરત ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે.


BLO ડિંકલનો વર્ક રિપોર્ટ ખૂબ સારો હતો

સુરતના ડેપ્યુટી કલેકટર નેહા સવાણીએ BLOના મોત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, BLO ડિંકલનો વર્ક રિપોર્ટ ખૂબ સારો હતો. ડિંકલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. હાલ પ્રાથમિક આશંકા અકસ્માત મોતની છે. ડિંકલે SIRની કામગીરી ખૂબ જ ઝડપથી કરી હતી. SIRની 45 ટકા કામગીરી તેઓ પૂરી કરી ચુક્યા છે.

પ્રાથમિક આશંકા અકસ્માત મોતની

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ડિંકલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમના બાથરૂમની અંદર ગેસ ગીઝર પણ મળી આવ્યું છે. હાલ પ્રાથમિક આશંકા અકસ્માત મોતની છે. ડિંકલ બાથરૂમમાં ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારે દરવાજો ખોલ્યો હતો. સુરતના ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીના જણાવ્યા અનુસાર, ડિંકલે SIRની કામગીરી ખૂબ જ ઝડપથી કરી હતી. તેમને જે કામગીરી આપવામાં આવી હતી તેમાંથી 45 ટકા કામગીરી તેઓ પૂરી કરી ચુક્યાં છે. તેમના આકસ્મિક અવસાનથી સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: