સુરતમાં પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવક કોણ છે, અને તે આરોપી છે કે ફરિયાદી? એ અંગે પોલીસ મૌન છે. જે કારણે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે.


પોલીસ કર્મચારીઓની હાજરીમાં યુવકે કરી આત્મહત્યા

પોલીસ સ્ટેશનના પરિસરમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના સમયે પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર હતા. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું જણાઈ રહ્યું છે. આ હત્યા છે કે આત્મહત્યા એ તો વધુ તપાસ બાદ જ સામે આવી શકશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: