સુરતમાં ડોગ બાઇટના રોજના 45 કેસ નોંધાય છે અને સિવિલમાં 2025માં કુલ 27886 ડોગ બાઇટના કેસ આવે છે, સ્મીમેર હોસ્પિટલમાં ચાલુ વર્ષે 6067 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. જેમાં રોજના જુના અને નવા કુલ 100થી વધુ કેસ ડોગ બાઈટના આવી રહ્યા છે, નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 30847 ડોગ બાઈટના કેસ આવ્યા હતા.


સુરતમાં ચાલુ વર્ષ 2025માં કુલ 27886 ડોગ બાઈટના કેસ આવ્યા છે

શહેરમાં સ્વીમેર હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 7013 ડોગ બાઈટના કેસ આવ્યા હતા અને હાલ ચાલુ વર્ષ 2025માં કુલ 6067માં ડોગ બાઈટના કેસ આવ્યા છે. અહીં પેહલા હડકવા અને ધનુરનું ઇન્જેક્શન બાળકોને આપવામાં આવે છે અને ત્યારબાદ ફરી બે વખત હડકવાની રસી આપવામાં આવે છે.

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.

ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.

તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.

પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?

તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.

તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.

તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..

જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.

જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં કાઉન્સિલર દ્રારા આયોજીત વુમન્સ મેચમાં ખેલાડીઓ બાખડયા, વાળ ખેંચી મહિલાઓએ એકબીજાની નીચે પાડી


  • Follow us on: