સુરતમાં ડુમસના દરિયા કિનારે પ્રતિબંધ હોવા છતાં લોકો કાર લઈને જતા હોય છે. પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આ કાર ચાલક પ્રતિબંધ હોવા છતાં દરિયા કિનારે કાર લઈને ગયો હતો. કાર કાદવમાં ફસાયાનો વીડિયો વાયરલ થયો હતો. 36 કલાક બાદ જેસીબીથી કારને કાદવમાંથી બહાર કઢાઈ હતી. હવે વીમા કંપનીને જાણ કરી કારનો વીમો રદ્દ કરવામાં આવશે.
કાર માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો













