સુરતના કામરેજ વિસ્તારમાં વર્ષ 2022માં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાંખી હતી. આ કેસમાં જેલમાં રહેલા આરોપીને બિલાડીએ બચકું ભરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેલમાં રહેલા આરોપીને બિલાડીએ બચકું ભરતા અન્ય કેદીઓમાં પણ ભય ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું.


આરોપીને જેલમાં બિલાડીએ બચકું ભરી લીધું

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ ગોયાણી નામના આરોપીને જેલમાં બિલાડીએ બચકું ભરી લીધું હતું. જેના કારણે તેને ઈજાઓ થતાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને એન્ટી રૅબીઝ વેક્સિન અને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. હવે તેને સિવિલમાં ચાર વખત ડોઝ આપવામાં આવશે એવુ પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આરોપીને બિલાડીએ બચકું ભર્યા બાદ તેની સાથે જેલમાં રહેલા અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

શું છે હત્યા કેસનો સમગ્ર મામલો?

સુરતના કામરેજ તાલુકાના પાસોદરાની લક્ષ્મીધામ સોસાયટીમાં 12 ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની તેના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે સરેઆમ ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાની હત્યા કર્યા બાદ તેના ભાઈ ધ્રુવ વેકરિયા અને તેના કાકા સુભાષ વેકરિયા પર પણ હુમલો કરીને તેમને ઈજા પહોંચાડી હતી.


  • Follow us on: