સુરતમાં આવતા ખાડીપુર મામલે કેન્દ્રની ટકોર બાદ તંત્ર કામે લાગ્યું હતું, ખાડીપુર વિસ્તારમાં આવેલા બિનખાતાકીય જમીન પર જે લોકો દબાણ કરીને કબજો જમાવી બેઠા છે તેવા તમામ દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. ખાડીપુર વિસ્તારમાં નડતરરૂપ થતા બાંધકામોને લઈ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ખાડીપુરમાં દબાણમાં આવતા દરેક દુકાન કે બાંધકામોને દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે પણ ચાલુ જ હતી.


ખાડીપુરમાંથી દૂર થશે તમામ દબાણ

ખાડીપુરને અવરોધરૂપ થતા બાંધકામોને દૂર કરવાની કામગીરી થતાં સામાન્ય જનતાના કામકાજમાં ઝડપી બનશે. જો આવા અપરોધ રૂપ દબાણ દૂર થશે તો સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાશે અને લોકોનું જનજીવન સરળ બનશે. વધારાના નડતરરૂપ તેમજ અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. પોલીસ તેમજ પ્રશાસનને પોતાના વહિવટી કામોમાં કોઈ નડતર રૂપ ન બને તે માટે કાયદો વ્યવસ્થા કડક કરવામાં આવી છે. લોકોનો સાથ સહકાર મળશે તો જ આ કામગીરી ઝડપથી પૂર્ણ થશે. દબાણમાંના એરિયામાં આવતા પાકા બાંધકામોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. જેને કારણે સમય વધુ લાગી રહ્યો છે.

વિરોધ કરનારની સામે પોલીસ ફરિયાદ કરાશે

આ દબાણને દૂર કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખાડીપુરને લઈ કોઈ પણ લોકો દબાણને દૂર કરવામાં અવરોધ રુપ બનશે તો તેમની સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરાશે તેવી તંત્ર દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવી હતી. જેથી કરીને કામગીરીનેમાં કોઈ વ્યક્તિ તેને રોકવાનો પ્રયત્ન કરે નહી. દબાણને દૂર કરવાનું કામ ઝડપથી પૂર્ણ થાય અને લોકો સાથે કોઈ પણ તકરાર ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. લોકો તેમને સહકાર કરે અને તંત્રેને મદદરૂપ બને તેવી લોકોને અપીલ કરી હતી. લોકોએ સરકારી કે પોતાના અધિકાર બહારની જમીન પર કબ્જો કો દબાણ ન કરવું જોઈએ જેથી પાછળથી તેમને તેનાથી દૂર થતા દુઃખ થાય.

  • Follow us on: