સુરતમાં લિંબાયત પોલીસે ચોરીના મોબાઈલ સાથે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે, પોલીસે આરોપી મુન્ના લતીફભાઈ મન્સુરી અને સમસાદ સત્તાર અન્સારીને ઝડપી પાડ્યા છે, પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 11 મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીઓ મોબાઈલ ફોન વેચવા જતા જ પોલીસે ઝડપી પાડ્યા હતા.


મોબાઈલ ફોનની ચોરી કરતા 2 આરોપીની પાસા કરાઈ

સુરતમાં મોબાઇલ સ્નેચીંગ કરતા બે આરોપીની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, સાહીલ શેખ અને રફીક શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, સચીન GIDC વિસ્તારમાં મોબાઇલ સ્નેચરનો તરખાટ આ બન્ને આરોપી મચાવતા હોવાની વાત સામે આવી છે, તો બન્ને આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં 13 જુલાઈ 2025ના રોજ 26 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ

સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી છે, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા છે.


  • Follow us on: