સુરતમાં જમીન કૌભાંડના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે રોનક ચોટલીયા અને વિજય પરમારની ધરપકડ કરી છે. આ બંને લોકોએ અનેક લોકોની જમીન પચાવી હોવાનું સામે આવ્યું છે. ખોટા દસ્તાવેજ બનાવી મોટા વરાછાના ખેડૂતની જમીન પચાવી હતી. બંને સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.


ખોટા દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પચાવી હતી

સુરત DCP ઇકો સેલ કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે, ઈકો સેલ પોલીસે જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમણ મોટા વરાછાના ખેડૂતની ખોટી રીતે દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડી હતી. આરોપીઓએ જમીનનો કબજો મેળવવા અને કાયદેસર કબજો મેળવવા પોલીસ ફરિયાદ કરી હતી.

રોનક ચોટલીયા, વિજય પરમારની ધરપકડ

પોલીસ ફરિયાદ કરતાં જ આ આરોપીઓ ભરાઈ ગયા હતાં અને પોતે જ આરોપી બની ગયા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ખેડૂતની જમીનમાં ખોટી રીતે દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતાં. પોલીસે અનેક લોકોની જમીનો પચાવી પાડનાર રોનલ ચોટલીયા અને વિજય પરમારની ધરપકડ કરી છે. 


આ પણ વાંચોઃ  Rajkot : આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા, અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું


 

  • Follow us on: