સુરતમાં સાયબર માફિયાઓએ 62 વર્ષના વૃદ્ધને ડિજીટલ એરેસ્ટ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં 62 વર્ષીય અમિત દેસાઈને 72 કલાક સુધી ડિજીટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા ઘટનાને પગલે સાયબર ક્રાઇમ ટીમ વૃદ્ધ પાસે પહોંચી હતી અને તેમને બચાવી લીધા હતા
62 વર્ષના અમિત દેસાઈ સુરત મનપા પૂર્વ કર્મચારી
62 વર્ષના અમિત દેસાઈ સુરત મનપા પૂર્વ કર્મચારી છે. તેમને સાયબર માફિયાઓએ 5 કરોડના મની લોન્ડરીંગનો આરોપ લગાવીને ડિજીટલ એરેસ્ટ કર્યા હતા. તેમને આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને ડિજીટલ એરેસ્ટ કરાયા હતા













