સુરતની મનપમાં નોકરી અપાવવાને લઈને લોકો સાથે છેતરપિંડી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. મનપામાં નોકરી ના મળતા આધેડે જીવન ટૂંકાવ્યું. મનપામાં નોકરી અપાવવા આધેડ સાથે 3 જેટલા શખ્સે 22 લાખ રૂપિયા લીધા. લાખો રુપિયા લીધા બાદ પણ આ લોકોએ નોકરી અપાવવામાં ગલ્લાં-તલ્લાં કર્યા. લાંબો સમય વીતયા બાદ પણ મનપામાં નોકરી ના મળતા આધેડની છેતરપિંડી થઈ હોવાનું માલૂમ થતા ભારે આઘાત લાગ્યો. અને આર્થિક સંકડામણ વધતા આધેડે ઝેર પી આપઘાત કર્યો.


મનપામાં નોકરીના બહાને આધેડ સાથે થઈ છેતરપિંડી

શહેરમાં તસ્કરોની લૂંટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ બેફામ વધી રહી છે. લોકો જુદી-જુદી રીતે નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. મનપામાં નોકરી મળશે તેવી કેટલાક શખ્સે બેગમપુરાના આધેડને લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યા. એકવાર સરકારી કર્મચારી બની જશો પછી જીવનભર કમાણી...કમાણી જ કમાણી..આધેડ પણ આ લોકોની વાતમાં આવી ગયા. અને તેઓ જેમ કહે એમ કરવા લાગ્યા. આ લોકોએ આધેડને કહ્યું કે મનપામાં નોકરી મેળવવી હોય તો ખિસ્સા ખાલી કરવા પડશે કેટલાક લોકોને રાજી કરવા પડશે. આમ કહી આધેડ પાસેથી 22 લાખ જેટલા રૂપિયા આ લોકોએ પડાવ્યા.

પઠાણી ઉઘરાણી કરતા આધેડે જીવન ટૂંકાવ્યું

મનપમાં નોકરી મેળવવા બેગમપુરાના આધેડે આ લોકોને પૈસા આપવા પોતાની પત્નીના પણ વેચી નાખ્યા હતા. દાગીના વેચ્યા બાદ 22 લાખ આપ્યા અને જ્યારે આ શખ્સ દ્વારા બાકીના ચાર લાખ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવી ત્યારે આધેડ કંટાળ્યા. વાંરવાર વધુ રૂપિયાની માગણી કરાતા આધેડની છેતરપિંડી થઈ હોવાની જાણ થતા આધેડે કંટાળી આત્મહત્યા કરી લીધી. બેગમપુરાના આધેડે આત્મહત્યા કરતા બે લોકોની પોલીસએ અટકાયત કરી છે. જેમાં એક શખ્સ બુટલેગર હોવાનું સામે આવ્યું. જ્યારે જેણે દાવો કર્યો હતો કે તે મનપામાં નોકરી લગાડી દેશે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

  • Follow us on: