ઓરિસ્સાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગાંજો સપ્લાય કરનારા ગાંજામાફિયા પાંડી બંધુ સામે એક્શન લેવા માટે પોલીસ સક્રિય થઈ હતી. થોડા સમય પહેલા તેની સંપત્તિ ફ્રિજ કરી દેવાઈ હતી. હવે આ ગાંજા માફિયા અનિલ પાંડીને જેલ ભેગો કરાશે. તેણે ઓરિસ્સાની બાલાસોર કોર્ટમાં સરન્ડર કર્યું છે. અનિલ પાંડી પર સુરત સહિત રાજ્યભરમાં 50 જેટલા ગુના નોંધાયા છે.


ઓરિસ્સાની બાલાસોર કોર્ટમાં કર્યું સરેન્ડર

ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ ગાંજા માફિયા અનિલ પાંડીએ ઓરિસ્સાની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી છે. તેની સામે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 50 જેટલા ગુના નોંધાયા છે. તેણે ઓરિસ્સાના ભુવનેશ્વર નજીક બાલાસોર કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. બાલાસોર પોલીસે અનિલ પાંડીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે. આરોપી અનિલનો ભાઈ સુનિલ થોડા સમય પહેલા જેલ ભેગો કરાયો હતો.

અનિલ પાંડી પર સુરત સહિત રાજ્યભરમાં 50 ગુના

આરોપી અનિલ પાંડી અને તેનો ભા સમગ્ર દેશમાં ગાંજાના મોટા સપ્લાયર તરીકે ઓળખાતા હતાં. ઓરિસ્સાથી તેઓ પોતાના મળતીયાઓ મારતે સમગ્ર દેશમાં ગાંજો સપ્લાય કરતા હતાં. સુરતમાં એનડીપીએસના ગુનામાં બંને ભાઈઓ વોન્ટેડ હતાં. ચાર વર્ષ પહેલા અનિલ પાંડીના ભાઈ સુનિલ પાંડીને પોલીસે પકડી પાડ્યો હતો. સુનિલ પાંડીને લાજપોર જેલમાં મોકલી અપાયા બાદ અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો હતો. જ્યારે અનિલ પાંડીને ઓરિસ્સાની કોર્ટે વોન્ટેડ જાહેર કર્યો હતો. જે હવે કોર્ટના શરણે આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલભેગો કરી દીધો છે.


  • Follow us on: