સુરતના અમરોલીમાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ છે અને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 1.50 કરોડથી વધુનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે, બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, SOG પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ, ઘી કેટલા સમયથી બનાવવામાં આવતું હતુ અને કોને વેચવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,


સુરત એસઓજી પોલીસે ગુનો નોંધીને તપાસ કરી શરૂ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી ની ત્રણ ફેકટરી ઝડપાઈ છે, બ્રાન્ડેડ ઘી ની આડમાં નકલી ઘી પધરાવી દેવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે 3 ફેકટરીમાંથી કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે, લાંબા સમયથી આ ફેકટરીઓ ધમધમતી હતી તેવી માહિતી પોલીસને મળી છે, તો સુરત અને આસપાસના ગામડાઓમાં આ ઘી વેચવામાં આવતું હોવાની વાત પણ સામે આવી છે, સુરત એસઓજી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે.

અમરોલી પોલીસ ઉંઘતી ઝડપાઈ રેડમાં

આ ફેકટરી અમરોલી પોલીસની હદમાં ચાલતી હતી અને અમરોલી પોલીસને આ વાતની જાણ હતી જ નહી ? અને જો જાણ હોય તો તમારી પોલીસ કામગીરી કરતી નથી એ દેખાઈ આવ્યું છે, અને જાણ હતી તો શું હપ્તા લેવામાં આવતા હતા ! અમરોલી પોલીસ જો સુરત એસઓજી પોલીસ આ મામલે ગુનો નોંધી શકતી હોય રેડ કરી શકતી હોય તો તમને કેમ આ બાબતે કોઈ હવા ના આવી, અમરોલી પોલીસ જરા આડસ મરડો તો ખબર પડશે કે વિસ્તારમાં શું ચાલી રહ્યું છે.

કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી

ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

  • Follow us on: