ગુજરાતમાં માદક દ્રવ્યોનું વેચાણ વધી રહ્યું છે. વિદેશી દારુ અને ડ્રગ્સના વેચાણના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે સુરતમાં આજથી નવ મહિના અગાઉ પોલીસે ડ્રગ્સ પકડવા માટે રેડ કરી હતી. આ દરમિયાન બિલ્ડર ભરત પટેલ ઝડપાયો હતો. જ્યાર મહારાજ નામનો પેડલર સાઉદી ભાગી ગયો હતો. આ મહારાજને પોલીસે ઝડપી પાડ્યો છે.


ડ્રગ્સ વેચવા નવાબ ઇશાક અલી સૈયદ બન્યો મહારાજ

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજથી નવેક મહિના પહેલા ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ જે ડ્રગ્સ સપ્લાયર મહારાજ નામના માણસને શોધતી હતી તે આખરે પકડાઈ ગયો છે. આ મહારાજ હિન્દુ નહીં પણ નવાબ ઈશાક નીકળ્યો છે. તે ડ્રગ્સ વેચવા માટે નવાબ ઈશાક અલી સૈયદમાંથી મહારાજ બની ગયો હતો. ડ્રગ્સ વેચવા તેણે હિન્દુ નામ ધારણ કર્યું હતું.

પોલીસ રેડમાં બિલ્ડર ભરત પટેલ ઝડપાયો હતો

સુરત પોલીસે નવ મહિના પહેલા વારિયાવ રોડ પરથી બિલ્ડર ભરત પટેલની 5.27 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં નવાબ ઈશાક વોન્ટેડ હતો. ડ્રગ્સ કેસમાં તેનું નામ સામે આવતા જ તે સાઉદી અરેબિયા ભાગી ગયો હતો. તે મુંબઈ પરત આવ્યો હતો અને ત્યાંથી સુરત આવ્યો હતો. પોલીસને તે સુરત આવ્યો હોવાની બાતમી મળતાં જ તેને ઝડપી પાડ્યો હતો.


  • Follow us on: