સુરતમાં આરોપીએ પીઆઈ પર હુમલો કર્યો છે, તો પીઆઈએ પણ સ્વબચાવમાં તેના પગ પર ફાયરિંગ કર્યુ છે, આરોપીને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને કુખ્યાત આરોપી સલમાન લસ્સી સામે 15થી વધુ ગુનાઓ નોંધાયા છે, આરોપીએ ભેસ્તાનમાં મહંમદ શકીલ ઉર્ફે બંગાની કરી હતી હત્યા અને આરોપી સલમાન લસ્સીની તબિયત નાજુક હોવાની વાત સામે આવી છે.
સુરતમાં આરોપીએ પીઆઈ પર કર્યો હુમલો
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખિયાત સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, આરોપીને પકડવા પોલીસ ગઈ હતી તે દરમિયાન આરોપી સલમાને પીઆઈ પર હુમલો કર્યો હતો અને તેના સ્વબચાવમાં પીઆઈએ પણ ફાયરિંગ કરતા આરોપીને પગના ભાગે ગોળી વાગી હતી. સુરતના અનેક વિસ્તારોમાં દાદા બનનાર આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડયો છે અને આરોપી સામે 15થી વધુ ગુના નોંધાયા છે, આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી.
PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું
આરોપીએ પીઆઈ પર હુમલો કરતા પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પગના ભાગે ગોળી વાગી હતી અને આરોપીને પગના હાડકાના ભાગે ગોળી સ્પર્શ કરીને આરપાર નીકળી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમ ચોક્કસ બાતમીના આધારે સલમાન લસ્સીની ધરપકડ કરવા વહેલી સવારના 3 વાગ્યે નવસારીના ડાભેલ ગામે પહોંચી હતી.
આરોપી સલમાને પહેલા પીઆઈને ચપ્પુ બતાવ્યું
આરોપીને ખબર પડી ગઈ હતી કે પોલીસે તેને પકડવા માટે આવી છે અને તે રૂમની અંદર હતો અને તેણે પીઆઈને ચપ્પુ બતાવ્યું અને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવા માટે પ્રયાસ કર્યો હતો, જીવનું જોખમ જોતા પીઆઈએ તરત આરોપીના જમણા પગ પર ગોળી ધરબી દીધી જેના કારણે આરોપી ત્યાં જ બેઠો રહ્યો અને તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપી સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને સુરત જિલ્લામાં તે ભાથાભારે શખ્સ તરીકે ઓળખાય છે.