ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સમયમાં કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સુરત પોલીસે તહેવારોને લઈને મોટી કાર્યવાહી કરી છે. 75થી વધુ આરોપીઓની અટકાયત કરી લીધી છે.


ઝોન 3 દ્વારા 75થી વધુ આરોપીઓની ઓળખ પરેડ

ડીસીપી પિનાકીન પરમારે કહ્યું હતું કે, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. લોકો રંઝાડતા આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. સુરત પોલીસના ઝોન 3 દ્વારા 75થી વધુ આરોપીઓની ઓળખ પરેડ કરી અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે હત્યા, હાફ મડર, NDPS, ચોરી, ચેઇન- મોબાઈલ સ્કેચિંગ, મારામારી જેવા ગુન્હાઓ નોંધાયા છે. શહેરના ઝોન ત્રણમાં આવતા લાલગેટ ,ચોક બજાર અને મહિધરપુરા પોલીસ સ્ટેશનના તમામ આરોપીઓ છે.

સચિન અને લિંબાયતમાં હત્યાના બે બનાવો

સુરત પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 75 આરોપીઓની અટકાયત કરી છે. બીજી તરફ ગુનાખોરીનો આંકડો વધી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરીના ઝઘડામાં એક યુવકની હત્યા કરી દેવાઈ છે. પાંચ હત્યારાઓએ સાથે મળીને એક યુવકનું ઢીમ ઢાળી દીધું છે.બીજી તરફ લિંબાયતના આસ્તિકનગરમાં ચપ્પુના ઘા ઝિંકીને એક યુવકની હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસની કાર્યવાહી બાદ પણ ગુનાખોરીનો આંકડો વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની વાતો કરતી પોલીસ ગુનાખોરી રોકી શકી નથી.


  • Follow us on: