સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. પોલીસ અને કાયદાનો જાણે ડર જ ના રહ્યો હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યાં છે. ત્યારે પોલીસે લિંબાયતના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો અને બુલટેગરોએ આતંક મચાવવા મામલે કાર્યવાહી કરી છે. પોલીસે બુટલેગર આરોપીઓને પકડીને તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓને ગુનાની જગ્યાના સ્થળે લઈ જઈને બે હાથ જોડીને માફી મંગાવી હતી.
આ ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતાં
સુરતના લિંબાયતમાં કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં તેમને રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતાં. આ ઘટના આંગણવાડી અને મંદિર પાસે બની હતી. આંગણવાડી પાસે કોન્ડમનાં પેકેટ અને દારૂની બોટલો મળી આવ્યા હોવાના મહિલાએ આક્ષેપો કર્યા હતા.













